આ બધી વાતો ઈતિહાસની હતી , હવે હાલનું ધંધુકા નગર સ્વપ્ન નગરી, ગુલાબી નગરી, વિકાસની હરણફાળ ભરતુ નગર,આજે ધંધુકાની ભૌગોલિક સ્‍િથતિ દિનપ્રતિદિન વિસ્તરતી જાય છે વિશ્વમાં ચાલી રહેલા આધુનિકતાના કાર્યક્રમો સાથે કદમ મિલાવવાની કોશિષમાં ધંધુકા સફળ થાય છે. આધુનિક શહેર જેવું ધંધુકા . અમદાવાદનોકોટ વિસ્તાર જુનુ અમદાવાદ પણ નદી પારનો આધુનિક વિકાસ એવી જ રીતે ધંધુકા નગરની દરવાજા અંદરની બાંધણી જુની પણ બહારનું ધંધુકા પણ કોઈ મેગાસીટીને શરમાવે એવુ તો ખરૂજ. અહી જી.આઈ.ડી.સી. આવેલી છે.
મુખ્ય વ્યવસાય ખેતી છતાં ધંધા રોજગાર પુરજોશમા છે. સરકારી કચેરીઓ તમામ ખાતાના અધિકારીઓ ૧૦૦ વર્ષ જુની બિરલા હાઈસ્કુલ નું મકાન આજે પણ સ્થાપત્ય અને શિક્ષણની બેજોડ પ્રતિમા સમાન છે. ડી.એ. વિદ્યામંદીર, નવજીવન ગલ્ર્સ હાઈસ્કુલ, મોર્ડન હાઈસ્કુલ , નામી પ્રાથમિક શાળાઓ તથા એકમાત્ર આર્ટસ અને કોમર્સની કિકાણી કોલેજ કે જેના પ્રોફેસરો યુનિર્વસીટી લેવલે અભ્યાસક્રમોમાં પણ સહયોગ આપતા હતા. આવા પ્રખર તજજ્ઞો અહીંની કોલેજના પ્રોફેસરો હોવાથી શિક્ષણ ઉચ્ચકક્ષાનું મળી રહે છે.