આવો જાણીએ ધંધુકાને,
 
ધંધુકા નામ વિશે ઘણી બધી વાતો, લોકવાયકાઓ છે. ધંધુકા નામ ઈ.સ. ૯૦૦ માં પરમાર રાજવી દ્વારા આ પમાં ધંધુનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યુ અને ત્યારબાદ કહેવાય છે કે આ નગરને ધંધુકા નામ આપવામાં આવ્યું. બીજી વાત ઘંઘુકા નગરને બનાવનાર એવા ઘનમેર કોળીના નામની યાદ માટે ઘંઘુકા સત્યતા અને વાસ્તવિકતા ઈતિહાસના આટલા વર્ષોનાં પાનાંઓમાં સ્પષ્ટ થતી નથી છતાં અમારું સુંદર નગર ઘંઘુકા દિવસો દિવસ પ્રગતિ કરી રહ્યું છે.
નગરની સૌથી મોટી વિશેષતા એ છે કે કહેવત મુજબ ' બાર ગાઉએ બોલી બદલાય' પણ ધંધુકામાં તો દર બાર મીટર બોલી બદલાતી રહે છે. વિભિન્ન પ્રકારની ગુજરાતી-હિન્દી બોલતા વિવિધ કોમ ના લોકો વસે છે, આશરે પ૦ હજારની વસતી ધરાવતા ધંધુકા નગરમાં અલગ-અલગ બોલી અને કોમ એમા પણ મુખ્ય હિન્દુ અને મુસ્લીમ સમાજ સરખા ભાગે છે, છતાં અહી જયારે ભારત ભરમાં કોમી તોફાનો થતાં ત્યારે પણ કોઈ છમકલુ થયું નથી એ કોમી એકતાનું પ્રતિક છે. વિશ્વભરમા નીંદનીય બનેલી. ગોધરાની દુર્ધટના અને ત્યારબાદના કોમી તોફાનોએ ગુજરાતને કોમી આગમાં હોમી દીધું ત્યારે પણ ધંધુકા નગર કોમી એકતાના ઉમદા ઉદાહરણ પુરૂ પાડી વિશ્વને ભાઈચારો તથા શાં‍ત‍િનો સંદેશ આપતું હતુ.
ઈતિહાસની વાત કરીએ તો આ નગર અતિ પૌરાણિક કાળથી હયાત છે. માતા-પિતાની સેવા, અને તેમના પ્રત્યેની પુત્રની ફરજો નો ઈતિહાસ શ્રવણને નામે છે. શ્રવણ પોતાના અંઘ માતા - પિતાને કાવડમાં બેસાડી ભારતવર્ષની યાત્રાએ નીકળેલ અને કહેવાય છે કે આ નગરની ભૂમિ ઉપરથી પસાર થયો હતોં વળી ધંધુકા એક ટીંબો છે. એની પૌરાણિક રચના આજે પણ ટીંબા આકારે છે.
ત્યારબાદ આ ભૂમિ પાંડવકાળમાં પણ હતી અને એ હેડંબાવન તરીકે ઓળખાતી.આ વાત કદાચ માની ન શકાય પરંતુ આની સત્યતા સાબિત કરવાના પુરાવા રૂપે ધંધુકા નગરથી માત્ર ૧પ કી.મી. દૂર ભીમનાથ મહાદેવ છે. આ ભીમનાથ મહાદેવની સ્થાપના ભીમ દ્વારા તેઓ જયારે વનવાસમાં હતા ત્યારે કરવામાં આવી હતીં. આજે પણ ભીમ દ્વારા પ્રસ્થાપીત શિવલિંગ છે.આથી આ નગરની પૌરાણિકતા બહુ જ જૂની છે એવુ સાબિત થાય છે.
  
પછીના ઈતિહાસમાં જૈન સાશનના પૂ. હેમચંદ્રાચાર્ર્ય સુરીશ્વરજી મહારાજનું જન્મ સ્થાન ધંધુકા ઈ.સ. ૯૦૦ આસપાસનો આ ઈતિહાસ છે. આચાર્યશ્રી એ સિધ્ધહેમ નામનો ગ્રંથવિશ્વને અમુલ્ય વ્યાકરણની ભેટ સ્વરૂપે આપ્યો. આ પ્રખર જૈનાચાર્ય ની જન્મભૂમિ ધંધુકા.