ધનમેર કોળી દ્વારા હિંગળાજ માતાજીનું સ્થાનક બનાવવામા ંઆવ્યું. અને આ માતાજી ગામદેવી તરીકે પૂજાતા હાલમાં પણ ધંઘુકા નગરપાલિકાની બાજુમા હિંગળાજ માતાજીનું સ્થાનક જીવંત છે.
  
ધંધુકામાં મુસ્‍િલમ સમાજ દ્વારા વર્ષો પહેલા તેરસના દિવસે એક ગાયની કતલ કરવામાં આવી હતી. તેના વિરોધમાં આજે પણ ધંધુકા ગૌવધ તેરસ નિમિતે બંધ રહે છે સ્વેચ્છાએ હિન્દુ અને મુસ્‍િલમ સમાજ ગામને બંધ રાખી આ કુકર્મ ને વખોડી રહયા છે. ઇતિહાસના પાનાઓમાં કયાંક જવલ્લેજ ચમકેલુ ધંધુકા ભલે દુનિયા માટે અત્યાર સુધી અજાણ હતું પરંતુ આજે ધંધુકાની સાચી ઐતિહાસિક અને પૌરાણિક વિરાસતનો વૈભવશાળી ઈ‍તીહાસ તમારી સમક્ષ મુકતા ગૌરવ અનુભવીએ છીએ.
આ નગરમાં સંતોએ અને સુફીઓએ શાંતિ અને અમનનો સંદેશ આપ્યો. '' સેવા અને સ્મરણ જગતમાં કરવાના બે કામ સેવા કરવી તો જન સેવા કરવી લેવું રામનુ નામ.'' આ જનસેવાના મુળમંત્રને તથા અલભ્ય ધાર્મિક તત્વજ્ઞાન અને ભજનો તથા વ્યાખ્યાનોનો અમય વારસો અહિંના સંત પ.પૂ પુનિત મહારાજે વિશ્વને આપ્યો હાલની પેઢીના લોકોએ પરમાત્મા સાથેના તેમના સાક્ષાત્કારને પણ નિહાળ્યો. ધંધુકા નગરના ઈતિહાસમાં એકજવાર ગામ ધુમાડા બંધ રખાયુ હત અને તે વખતે તમામ કોમ અને તમામ ઘરના લોકોએ આમા પ્રસાદ લીધો હતો.એક પણ રસોડે ચૂલો સળગ્યો નહોતો અને આ કામ ધંધુકાના પનોતા પુત્ર સંતશ્રી પુનિત મહારાજ કર્યું હતુ.