નગરપાલિકા વિશે
>>
પરિચય
 
     ધંધુકા શહેર અમદાવાદ જિલ્લાના તાલુકાઓ પૈકીનું શહેર છે. આર્થિક, સામાજીક, શૈક્ષણિક અને ઔધોગિક ક્ષેત્રોમાં હરણફાળ છેલ્લાં ઘણાં વર્ષોથી સતત રીતે ભરી રહેલ આ શહેરની ભૌગોલિક તથા ઇતર સ્‍િથતિની માહિતી આ પ્રમાણેછે.
સ્થાનિક વહીવટ :

 

      ભારતને સ્વરાજય મળતાં પ્રજાકીય સુખ સગવડો માટે શહેરો અને ગામડાઓમાં સુધરાઈઓ અને પંચાયતો સ્થાપવામાં આવેલ. ધંધુકા પહેલા પંચાયત હતી ત્યારબાદ ૧૪/૪/૯૪ ના રોજ પાલિકામાં રૂપાંતર થયેલ છે. જનરલ બોર્ડ અસ્‍િતત્વમાં આવ્યું અને ત્યારબાદ વહીવટી કામો માટે કાયદા મુજબ જુદી જુદી કમીટીઓની રચના કરી વહીવટ કરવામાં આવતો હતો. હાલમાં ગુજરાત મ્યુનિસિપાલીટી એકટ સને ૧૯૬૩ મુજબ ધંધુકા નગરપાલિકાનો વહીવટ જુદી જુદી સમિતિઓ દ્વારા થાય છે.